નક્કી કંઈક તો ઋણાનુબંધ બાકી રહી ગયું હશે,
તેથી જ આ જીવનમાં ‘દોસ્ત’નું સ્થાન મળ્યું હશે.
અહીંયા ‘દોસ્ત’ એટલે ફાલ્ગુની દોસ્તની વાત થઈ રહી છે. આપણા mb પરિવારની એક જાણીતી અને લાગણીશીલ વ્યક્તિત્વની ધારક એવી ફાલ્ગુનીનો આજે જન્મ દિવસ છે. આમ તો એના લખાણથી જ એના લાગણીશીલ સ્વભાવનો પરિચય મળી જાય છે પણ એ સિવાય પણ એના વ્યક્તિત્વનું એક અભિન્ન પાસુ છે એની સહનશીલતા અને પરિસ્થિતિ પ્રમાણે પોતાને મહત્તમ અનુકૂળ કરીને જીવવાની આવડત અને એય સાવ સહજ રીતે.
આજે એના જન્મ દિવસે પ્રભુ પાસે એક જ પ્રાર્થના કે ફાલ્ગુના જીવનની રાહમાં આવતા કાંટા દૂર થાય અને એની રાહ ફૂલ જેવી કોમળ બની રહે.
Happy birthday Falguni 🎂🍫🍰
ફાલ્ગુનીએ હમણાં અહીંયા બ્રેક લીધો છે એટલે એના વતી એને શુભકામના પાઠવનાર દરેક વ્યક્તિને ધન્યવાદ 🙏🏼
આપ સૌની લાગણી હું એના સુધી જરૂરથી પહોંચાડી દઈશ 🙏🏼