ભણવા આવ્યો કુકડો
ભણવા બેઠા સૌ નાનેરા બાળ
આવ્યા ત્યાં કુકડા બે ચાર!
ભણવા બેઠા સૌ લીમડાને છાંય
બોલું હું ત્યાં એ તરત જ બોલે!
બોલે એવી રીતે જાણે,
ગીત ગાય,વાર્તા સાંભળે
ને સાથે પૂરતો એ હૂંકારો........
લીંબડા કેરી ડાળે બેસે
ફરે તે કેવા આસપાસ!
કૂકડે કૂક કરતા એ તો
લડી પડ્યા,જોવે સૌ નાનેરા બાળ!
પાંખ ફેલાવી,કલગી ઉઠાવી
દોડમ દોડીને ભાગમભાગ મચાવી!
જોવા ચડ્યા સૌ કોઈ દોડી એમને,
પાડી છૂટા ને હસી પડ્યા સૌ બાળ!
હસતા હસતા સૌ ભણવા બેઠા,
પાછો લીંબડે આવી બેઠો એ કુકડો
બોલું હું ત્યાં એ તો બોલે કુકડેકુક!
હસી પડ્યા સૌ બાળકોને
તેમના આનંદનો નહીં પાર!
લાગતું એવુ કે
ભણવા આવ્યો કુકડો.........
જય માતાજી: પુષ્પા.એસ.ઠાકોર