પ્રાણ પંખી શ્વાસમાં ઊડ્યા કરું છું,
એક પતંગો આભમાં ઊડ્યા કરું છું.
ક્યાંક તો અટકે જ છે મારી સફર તો,
એક તૃષ્ણા ઘાવમાં ઊડ્યા કરું છું.
છું મિજાજે યાર, મહોબત એટલે તો,
ઈશ્ક આલમ ખાકમાં ઊડ્યા કરું છું.
હુસ્નની રંગીનિયત છે જો નજર સામે,
રોજ સળગી આગમાં ઊડ્યા કરું છું.
ના મિલન છે આપણું ના કોઈ જુદાપણું,
મોત મુઠ્ઠી પાશમાં ઊડ્યા કરું છું.
- મોહનભાઈ આનંદ