લોક વાણી ભાગ ૭
વગડામાં વાતો તો વાયરો,ફરકે પંખી ને ટહુકે એકલું,....
જુએ છે મીટ ને તરુડુ એકલું..
પૂછે તરુ કે કેમ છે,સ્થિરતા એમને એમ છે.
ભલે આવે તાપ તાણ ને વંટોળ ને વનનો વહેમ છે.
બસ જાણ્યું જુએ છે એટલુ.....
એન ઘેન દિવા ધેન ઘૂમે ધમકાર મા.
લાગણી વહે છે વર્તન ફનકાર મા .
પીડાતી કાય હાય ને ઊંડે તણખલું....
કસે કણ ધણ રજ રોળી તોળીને.
સુવાસ શ્વાસ ચૂમે ખોળી ખોળી ને.
ભૂલે સાન ભાન ને ભવમાં ભટકલુ....
શબ્દોની સુવાસ માં ભેળાંતા રેળાં.
જણ મનના ભરાતા વગડાના મેળા..
ફંફોસી કાયાને સ્પંદન નું છમકલું....
હર દિન નો રોજ અહીં મુકામ છે.
રેતી ના રણ માં તૃષાય શુકામ છે.
અજાણી અણ ઓળખ માં એટલું ....
પરિ પ્રસરાવી શમણાં છે સતુના.
કઈ ઊગ્યા છે સંગાથ પૂર્ણ પ્રિત્યુના.
નામે ભુલી ને ભૂસે ચહેરા જેટલુ..
હોય ભવનુ ભરણ ને ઝાંઝવા જળુભે.
સોહે જાળું કરોળીયા નોળિયા જળુભે.
મનરવ મનજી ઘડે ઘાટ નજરાય તેટલું.
પ્રેમનું પંખી.. ગીત રચના....
મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા