ભૂમિતિનો પાયો એ,
ક્ષેત્રફળ અધૂરા જેનાં વિના!
વિસ્તરે એ અનંત સુધી,
કિંમત એની 22/7.
લખવી જો હોય કિંમત દશાંશમાં,
થાકી જાય લખનાર!
3.141592653589.....
કેટલા આંકડા લખું હું,
નથી સમજ એટલી મને!
આથી જ લેવી પડે છે કિંમત એની
3.14 અથવા 22/7
નથી શોધી શક્યું કોઈ કિંમત
πની ચોક્ક્સ હજુ!
એટલે જ તો ઉજવવો પડે છે,
22 જુલાઈએ
'પાઈ અંદાજિત દિવસ'