..." મન પંખી પારેવડું "
શણગાર મારો ખીલી ઊઠે છે, જ્યારે તું જુવે છે.
મન પંખી પારેવડું બની ઊડે છે, જ્યારે તું જુવે છે.
આજ પણ હું ગુજરું છું, જ્યારે તારી ગલીએથી ,
તો, હૃદય મારું ધડકન ભૂલે છે, જ્યારે તું જુવે છે.
નામ મારું જ્યારે આવે છે તારા નિર્મળ હોઠો પર,
શ્વાસ પર તારું જ નામ ઘૂંટે છે, જ્યારે તું જુવે છે.
જ્યારે પણ ચર્ચા થાય છે મહેફિલમાં તારા નામની,
તન મન બેફિકર થઈને ઝૂમે છે, જ્યારે તું જુવે છે.
આ વર્ષા પણ ભીંજવે તારા સ્મરણોથી "વ્યોમ"
તુજ સ્મરણો જ બૂંદે બૂંદે છે, જ્યારે તું જુવે છે.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર