તું આવે તો એક સફરે જવું છે
તારો હાથ પકડીને સફરે જવું છે
દુનિયાથી દૂર, જવાબદારીથી દૂર
ચિંતાઓથી દૂર, સમસ્યાઓથી દૂર
વિજ્ઞાનીઓએ શોધી છે નવી જગ્યા
પૃથ્વીથી કોસો દૂર ચાંદ પર એ જગ્યા
જીંદગી તો ત્યાં વીતાવવી નથી
બસ, ચાલ એક જ સફર
ચાંદ પર નાની સફર કરી આવીએ.
- Mir