આવું ના બોલો,કોઈ તમારું બની ગયું છે.
કોઈ તમારું નથી છતાં છે...!!
શું કામ એકલતા અનુભવવી!?!
માણસ નહીં તો પશુ,પક્ષી,વૃક્ષ,વનસ્પતિ !
જે કયારેય પંડનાં થયા પછી
દગો નથી દેતાં...!!
આ જગતને સાંકડું ના સમજો,એમ માંકડું પણ ના સમજ!!
આ જગતને જાણવા જગદીશે અહીં મોકલ્યાં છે.
જેમ સીતા,કુંતા,મીરાં,મદાલસા,અંબા,અંબિકા,તારામતી,મંદોદરી!
એ પણ માણસ રૂપે અવતરી અને માણસાઈના દીવા કરી,ચીરકાળ દિવેલ પુરી ચાલી ગઈ.
આ જગત એક રમતનું મેદાન છે,
માત્ર ક્રિકેટનું મેદાન નહીં,
ઘણી રમત શીખવાની બાકી છે
અને શીખેલી શીખવવાની છે.
. - વાત્સલ્ય