મળી હું બાગને
મળી હું મારા બાગને,
ખીલી રૂડો ને આવકાર તો લાગ્યો એ મુજને!
તડકે તપી મીઠો છાયો આપતી એ બોરસલી,
પંખીઓના ટહુકેનેે મધૂર પવને જાણે બોલી રહી!
મળી હું મારા બગને.....….....
ખીલી ઉઠ્યા સૌ બાગના પુષ્પો રૂડા
પ્રસરાવી મીઠી ફોરમને જાણે આવકારી રહ્યા!
મળી હું મારા બાગને...............
કુમળા પાને ખીલેલા કણજી ને કરણ,
પીળા ને કેસરી ફૂલ,તડકે તપી આછેરા થયા
તો પણ પૂર્ણ ખીલી એ હસી રહ્યા!
મળી હું મારા.................
માળે બેઠેલી ચકલીઓ જાણે
ઓછુ બોલી ફરિયાદ એ કરતી રે લાગી,
મૂકીને કેમ તમે દૂર તે ગયા?
સાંભળ્યા મે માળામાં બચ્ચાના સૂર એ
મનને મારા એ ભીંજવી રે ગયા!
મળી હું મારા બાગને.............
આવીને જોવું મારા બાગ હું તુજને
લીંબડો,લાંબુડી અરડૂસી ને ફાલસો
સરગવો,સેતુરી ને વળી ચંપો
વગર બોલ્યે જાણે સૌ વાતો કરી રહ્યા!
મળી હું મારા બાગને...........
ઝાડ, ક્ષુપ ને નાના સૌ છોડવા
જોઇ ખીલેલા સૌને "પુષ્પ" હ્રદયે
શાંતિ અનેરી એ આપી રહ્યા!
મળી હું મારા બાગને.............
રોજ નિહાળતી ઉષા સંધ્યાની શોભા
પક્ષીઓના મીઠા સૂરને પુષ્પોની મીઠી મહેક
અંતર મનના ઓરડે કેવા વસી રહ્યા!
મળી હું મારા બાગને............
જય શ્રી કૃષ્ણ: પુષ્પા.એસ.ઠાકોર