નાનપણમાં ' મા, જ દુનિયા આપણી,
પાંચ વર્ષ સુધી એ જ સહારો.
દસ બાર વર્ષે થોડી ઓછી કદર,
લાગે છે ક્યારેક એ બોજો ભારો.
અઢાર વર્ષે ના ગમે એની વાતો,
લાગે જાણે બંધન કોઈ મોટું.
બાવીસ પચ્ચીસે મન થાય એવું,
કે ક્યાંક એકલાં મૂકી દઈએ એને ભૂલું.
પચ્ચીસ વર્ષે મૂકી ગયો તે,
ન જોયું પાછળ વળી તેણે.
ત્રીસ વર્ષે સમજાયું માનું હૃદય,
હવે બાળક ઝંખે છે તેને.
પચાસ વર્ષે મન કરે છે ઘડી ઘડી,
પહોંચી જાઉં એ મા પાસે.
સિત્તેર વર્ષે થાય છે કંઈક એવું,
જો બધી દોલત દેતા મળી જાય પાછી મારી મા.
the story book, ☘️