" ડુબ્યો ભોગવિલાસમાં "
જીવનભર ડુબ્યો રહ્યો ભોગવિલાસમાં.
ને જીવતો રહ્યો છે હમેશાં આભાસમાં.
ભૌતિક સર સામાનને સમજીને એ સુખ,
હદથી પણ વધારે ભરતો રહ્યો આવાસમાં.
અતિ ભોગવિલાસમાં રાજાના રાજ ગયાં,
પાછું વળી જોઈલો એકવાર ઈતિહાસમાં.
પાશ્ચાત્ય સંસ્કૃતિની દેખાદેખીમાં "વ્યોમ"
ભીંસાતો જાય છે વ્યસનનાં નાગપાશમાં.
નામ:-✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.