મારા શ્વાસનો આધાર તું, જીવનનો સાર તું,
આ દિલની દરેક ધડકનમાં, મારો પ્યાર તું.
તારા વિના આ જિંદગી, લાગે છે સાવ સૂની,
મારી દરેક ખુશીઓનો, જાણે ભંડાર તું.
તારી નજરનો જાદુ એવો, ઘાયલ કરે છે દિલને,
મારા દરેક દર્દની જાણે, સાચો ઇલાજ તું.
દુનિયાની ભીડમાં પણ, તને જ શોધે છે નજર મારી,
મારા એકલાપણાનો, સૌથી સારો સાથ તું.
તારી મીઠી વાતોથી, મહેકે છે મારી દુનિયા,
મારા દરેક સપનાઓનો, સુંદર આકાર તું.
આ 'વેદનાનુ' દિલ તો હવે, તારું જ દીવાનું છે,
મારા ગીતોનો સૂર તું, ને મારી ગઝલનો સાર તું.