ચૈત્રી પૂનમે ધરતી પર અવતર્યા
શ્રી રામ ભક્ત હનુમાન કહેવાયા
કેશરી નંદન અંજની પુત્ર
રામ ભક્ત હનુમાન થયા
કળયુગ છે કષ્ટોથી ભરપૂર
કષ્ટભંજન હનુમાનજી આવ્યા
નાના મોટા હનુમાનજીને વિનવે
હનુમાન ચાલીસા બોલીને હનુમાનજીને પૂજે
આપના સ્મરણે ભય ભૂત ભાગે
રક્ષા કરવા હનુમાનજી આવે
શ્રી રામજીના પરમ ભક્ત છે
જય જય જય બજરંગબલી છે
સુંદર કાંડના પાઠ ઘર ઘરમાં થતાં
હનુમાન ચાલીસા દરરોજ બોલતા
ચૈત્રી પૂનમે ધરતી પર અવતર્યા
શ્રી રામ ભક્ત હનુમાન કહેવાયા
- કૌશિક દવેના જયશ્રી રામ 🙏
- હનુમાન જન્મોત્સવની શુભકામના,
જય બજરંગબલી 🙏
- Kaushik Dave