તારા હાસ્યમાં જગતને હરાવું,
તારી આંખોમાં સપનાંને પાંખો આપું.
તુ જો ઊભો થાય, તો નવી આશા જન્મે,
તારા એક સ્પર્શે, દુનિયાભરનો થાક ભૂલાય.
છાંયાની જેમ તારું સાથ રહેશે,
ભલે દુર જતો રહે, દિલમાં તું કાયમ હશે.
મારો દીકરો... એક નાનો ગીતનો ટુકડો નહીં,
તું તો મારા આત્માનું સંગીત છે.
તને જોઈને શીખું છું સહનશીલ થવું,
તારું ભવિષ્ય ઉજળું થાય એ પ્રાર્થનામાં જીવું.
મારો ગર્વ, મારું સ્વપ્ન, મારી શાંતિનો શ્વાસ,
તને જોઈને લાગણીઓ પણ ઊંડે સમાય.
દીકરા, તું જ્યાં જઈશ ત્યાં દીવો બનજે,
હમેશાં સાફ દિલ અને સાચી વાત કહે…
હું છું તારી પાછળ — હંમેશાં, નિઃશબ્દ, નિરંતર,
મારા દિલનું નામ, તું "પ્રેમનો અવતર".
d h a m a k
the story book,, ☘️📚