આત્મિક સંબંધ ની એક તાસીર એ પણ હોય છે.
એ ક્યારેય છળ નથી હોતો. ક્યારેય બુધ્ધુ નથી બનાવતો.
એ જેવો છે એવો જ રજુ થાય છે. શાશ્વત,સફેદ,બેદાગ એકદમ રૂહાની અહેસાસ. ગૂગલ પર તમને દુનિયા નાં સવાલ નાં જવાબ મળી જાય. પણ અંદર નાં સવાલ નાં જવાબ કોઇ દૂર રહી ને પણ મહેસૂસ કરી શકે છે એજ સાચી આત્મીયતા હોય છે.
જ્ઞાન, વિજ્ઞાન, પ્રેમ, દગો આવા વિષયો પર કરોડો પુસ્તકો લખાયાં હશે પણ કોઇ નાં મન માં ઉતરી ને મન ને વાંચવું, એના વગર કહે સમજવું, એ કોઇ ગ્રંથ થી કમ નથી.
જેની સાથે તમારો ભાવનાત્મક લગાવ છે, એ વ્યક્તિ દરેક સમયે તમારો સાથ નિભાવે જ છે પછી ભલે તમે સાથે રહો કે નાં રહો, જ્યારે તમે એકલતા ફીલ કરો ત્યારે એ એક બળ પૂરું પાડે છે.. ત્યારે એ શરીર માં જીવન ની રીતે પ્રવાહિત થઇ રહ્યું હોય છે.. જેમ કોઇ પાણી વગર મુરઝાઇ રહેલ છોડ ને પાણી આપો અને થોડા સમય પછી જોવો તો એ ફરી ખીલી ઉઠે છે.
બસ આત્મીયતા નો સંબંધ પણ એવો જ હોય છે. એ દરેક કપરા સમય માં સાથ આપે છે, તમારું મોરલ નથી તૂટવા દેતો એ સંબંધ. આવું પાત્ર જો તમારી પાસે છે, એ પછી પરીવાર માં હોય, તમારા મિત્ર વર્તુળમાં હોય, પ્રેમ રુપે, કે પછી ઓનલાઇન મિત્ર પણ હોય, પછી ભલે લાંબી ઓળખાણ નાં હોય કે કદાચ જોયા પણ નો હોય એવું બની શકે, પણ અંતરથી અવાજ આવે કે આ માણસ નિર્દોષ, નિખાલસ, અને ભાવથી ભરેલ છે, આમ એક પ્રકારે તમને એની સાથે આત્મિયતા બંધાઈ જાય.
તો તમે એની જીવનશૈલી જીવવા લાગો છો..
તમે ખીલી ઉઠો છો એક ફુલની જેમ.
તમારામાં પરિવર્તન આવી જાય છે. સાથે સાથે તમારુ આચરણ પણ સ્થાઇ થઇ જાય છે. તમે યથાર્થતા માં જીવવા લાગો છો.. આત્મવિશ્વાસ થી ભરપુર થઇ જાઓ છો.
દિલની વાત ❤️.