જીંદગીની રેલગાડીમા હું સાવ અટવાયો છું,
બે પાટાઓની વચ્ચે એક પગ હલવાયો છે,
ખૂબ કોશિશ કરું છું, ખૂબ પ્રત્યન કરું છું,
બહાર નિકાળવાનું, નાકામ સાબિત થયો છું,
હજું હાર્યો નથી, પણ સામે મૌત દેખાય છે,
વળી આઘેથી એક નાદ સંભળાય રહ્યો છે,
નક્કી મારાં પર એ ચાલી મને મુક્ત કરી દેશે,
આનંદ કે હવે જીવનેે કેદમાથી છુટકારો મળશે,
અચાનક જ સાવ ગાડી પાસે આવીને ઉભી રહી,
વળી મારી અટવાયેલી જીંદગી મને પાછી સોંપી છે,
આભાર જીંદગીનો અને એનો પણ માનવો રહ્યો,
જેણે ચાલતી ગાડીમાં જીવનની સાંકળ ખેંચી છે.
મનોજ નાવડીયા