ભીતર સળગેલી વેદનાને,
એકાંત મા બેસી ઠારુ છું.
હેરાન કરતી અમુક ધારણાઓને,
મારાં હાથે જ મારું છું
.
પોતાની આશા અને સપનાઓને,
પોતેજ ડુબાડી પોતેજ તારું છું
.
વિષય ભાવનનો નહીં પરંતુ શુદ્ધતાનો
દરિયા જેમ પાણી આંખનું ખારું છું
.
જાણે ! પોતાની જાતને અંધારે શણગારું છું
હા હું એકાંત મા બેસી પોતાને ઠારું છું