..... " હિસાબ નથી રાખતો "
હિસાબ નથી રાખતો કેટલું મેળવ્યું ને કેટલું ખોયું છે;
બસ બાવળ ના ઊગે, જ્યાં આંબાનું બીજ બોયું છે;
સમજદાર છો કહી સમજવાતાં રહ્યાં, પણ કેમ કહું કે-
ક્યારેક હૈયું બાળીને, તો ક્યારેક મન મારીને જોયું છે;
ખબર છે કે નથી જ મળવાનાં એ કદી પણ જીવનમાં,
છતાં પણ હર વખત મન, એમના પર જ તો મોહ્યું છે;
હસતાં હસતાં પણ છૂપાવતાં રહ્યાં અમે દર્દો હૃદયનાં,
શું કહું તમને? કે આ દિલ એકલું - એકલું કેટલું રોયું છે;
પાસાં પણ ફેંકેલાં પડે છે, હર વખતે ઊલટાં જ "વ્યોમ"
ઓ વિધાતા, હવે જગાડ એને, નસીબ જે મારું સોયું છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.