આમ તો મને કંઈક પણ પસંદ આવતું નથી પણ જ્યારે આવી જાય ત્યારે કાયમ માટે પસંદ રહી જાય .
મારી આવી કાયમી પસંદગી માની એક પસંદગી એટલે “ સૂર્યાસ્ત ” .
મારું વ્યક્તિત્વ એટલે દુનિયા થી સાવ વિપરીત . મોટાભાગના લોકો ને સૂર્યોદય બહુ જ ગમે પણ મને એટલો ખાસ નહી . એવું નથી કે મેં સૂર્યોદય નિહાળ્યો નથી મેં થોડા સમય પેહલા જ અંબાજી ડુંગર પર વેહલી સવારના સૂર્યોદયની સુંદરતા જોઈ હતી પણ સૂર્યાસ્ત કહો ને તો મારે હૈયે વસે છે અને મને સૂર્યાસ્ત જોવો બહુ જ ગમે છે .
સૂર્યોદય માં જ્યારે સૂર્ય આથમતા આથમતા તેના કિરણોનો પ્રકાશ ધીમે ધીમે જ્યારે રાત્રી માં ફેરવાય ત્યારે જે વાતાવરણ ની સુંદરતા હોય મને એ માણવાની ખૂબ મજા આવે .
હવે આજકાલ કામની વ્યસ્તતા માં આ બધું તો ભૂલાઈ જ ગયું હતું પણ ત્યાં જ આજે થોડા કામ થી ઉપર ના માળે ગઈ ત્યાં સામે મારી નજર પડી ત્યાં તો મસ્ત મજાનો સૂર્યાસ્ત થઈ રહ્યો હતો . તેના કિરણો નો પ્રકાશ બધે જ રેલાઈ રહ્યો હતો ઉપર થી ત્યાં દૂર સામે જ હાલ માં બ્રિજ કનસ્ટ્રક્ષન ની કામગીરી પણ ચાલુ હતી તો એકદમ અદ્ભુત દૃશ્ય હતું .
અચાનક વિચાર આવ્યો કામ પરથી થોડો સમય કાઢી ને પોતાની જાત અને મનપસંદ ની એક્ટિવિટી માટે પણ થોડો સમય કાઢી જ લેવાય .
અફસોસ ના રહી જવો જોઈએ કે આખી જિંદગી બસ કામ જ કર્યું પોતાની જાત માટે તો ક્યારેય જીવ્યા જ નહીં . કામ તો સદેવ રહેવાનું જ પણ આપણે એ બધી ભાગદોડ માં ક્યારેય પોતાને નહીં ભૂલી જવાનું . આટલા ભવ ના આયખા પછી માનવ અવતાર મળ્યો છે અને જીંદગી છે જીવવા આવ્યા છે તો ક્યારેક કામ પડતું મૂકી ને પોતાના માટે પણ જીવી લ્યો .
ખબર નઈ ક્યારે શું છેલ્લું હોઈ !!!!!! ~ Rupal Jadav