🙏🙏આવતીકાલે દસમા ધોરણ અને બારમા ધોરણ ની બોર્ડની પરીક્ષાઓ ચાલું થઈ જશે.
આ પરિક્ષા એટલે દરેક વિધાર્થીનું એક સ્વપ્ન હોય છે કે તેને સારા ટકાએ પાસ કરીને પોતાનું સાથો સાથ પરિવારનું પણ ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ કરીએ.
જ્યારે બોર્ડની પરિક્ષા આવવાની છે એટલે વ્યવહારિક છે કે દરેક વિધાર્થીને મનની અંદર એક અલગ જ પ્રકારની બેચેની અને ગભરાટ હશે! આ. બેચેની અને ગભરાટ જ મનમાં તણાવ ઉત્પન્ન કરે છે.આપણે આ જાણવા છતાં પણ આપણા મન પર તે છૂપા ભયનાં આક્રમણ ને અટકાવી શકતા નથી.
એક વાત અને વાસ્તવિકતા એ પણ છે કે આપણે આ દબાણ યુક્ત પળોમાં હાર માનવાની નથી, હાર એતો એક સરળ વિકલ્પ છે,હારને શરણં થવાથી તે ભવિષ્યમાં આપણે અફસોસ જ આપે છે. જ્યારે આપણે અફસોસ નહિ આપણા જીવનમાં ખુશીઓનું નિર્માણ કરવાનું છે માટે આપણે તે ભય કે ડર પર યોગ્ય વિચારો અને સમજણ દ્વારા નિયંત્રણ લાવી શકીએ છીએ.તેમજ પોતાનો આત્મવિશ્વાસ પ્રસ્થાપિત કરીને એક સકારાત્મક અભિગમ દ્વારા પરિક્ષામાંથી સફળતા પૂર્વક પાર ઉતરી શકીએ છે.
આપણે જાણીએ છીએ કે આપણી વર્ષભરની મહેનત આપણે પરિક્ષા ખંડમાં સાબિત કરવાની છે,જે તે વિધાર્થીઓ મહેનતુ છે જેમને પરિક્ષાલક્ષી તૈયારી કરી છે તે લોકોને પરિક્ષા ખંડ માં કોઈ ઝાઝી તકલીફ પડવાની નથી તેમ છતાં પરિક્ષા પૂર્વ તેમના મનમાં એક અજંપો રહેતો હોય છે કે પેપર કેવું હશે? પ્રશ્નો અઘરાં તો પુછાશે નહીં ને? હું નાપાસ તો થઈશ નહીં ને?
આવા તો અનેક પ્રશ્નો વિધાથીર્ઓ નાં સ્થિર મનને વિચલિત કરી દેતાં હોય છે પણ આવાં સમયે જે તે વિધાર્થીઓએ ધીરજ રાખીને, મનોમન એક જ ચિંતન કરવાનું હોય કે જે પુછાશે તે પુછાશે! જે તે વિષય અને પાઠ્યપુસ્તક અનુરૂપ જ પ્રશ્નોતરી હશે. મેં તે મુજબ તૈયારી કરી છે પછી મારે હતાશ કે નિરાશ થવાની જરૂર નથી કેમકે હું નિરાશ થઈશ તો મને જે આવડતું હશે તે પણ ભુલી જઇશ, જેથી એક હળવો શ્વાસ લઈને મનને એકદમ હળવુંફૂલ બનાવી દેવાનું છે.
એટલું જ વિચારવાનું કે આ એક પરિક્ષા છે, યુદ્ધ નથી કે તેમાં જીવ જવાનો ખતરો કે ઈજા પામવાનો ભય હોય, આપણે એટલું જ વિચારવાનું કે એક પેપર આવે છે અને આપણે આપણી તૈયારીઓ મુજબ તેમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ આપવાનાં છે, આમ અચાનક ડરીને કે તણાવમાં આવીને જે આવડતું હોય તે પણ ભુલવાનુ નથી પરંતુ ઠંડા દિમાગથી યાદ રાખવાનું છે.
વિધાર્થી પરિક્ષા આપે છે તેમાં તેના શિક્ષક તેમજ તેનાં માતાપિતા તેમજ બીજા સ્નેહીજનો એ પણ તેને આવાં સમયે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ,તેની પરિક્ષાલક્ષી તૈયારીમાં તે હળવો ફૂલ રહે એ રીતે વાતાવરણ ઉભું કરવું જોઈએ.
વિધાર્થીને સમજણ આપવી જોઈએ, આવાં સમયે તેને કહેવું જોઈએ કે બેટા, તું જરાપણ ચિંતા ના કરીશ, તું યોગ્ય રીતે મહેનત કરે છે અને કરતાં રહે. તને સફળતા ચોક્કસ મળશે કદાચ ઓછાં ટકા આવશે તો પણ તું ગભરાઈશ નહીં અમે તારી સાથે જ છે. બસ આપણું આ વાક્ય જ તેનાં મનમાં સારા ટકા લાવવાની તાલાવેલી જગાડશે.તેને દિલથી દિલાસો આપો એ પછી તે સમજણથી આપોઆપ દિલથી મહેનત કરવા વળગી પડશે.🦚🦚