મને તો બધું અહીં મારું જ સાચું જ લાગે,
પોતાના અહમ્ને ઓળખે એવી આંખો ક્યાં,
જીવનનાં ખેલમાં તું ખોટું ક્યાં સુધી કરીશ,
અંતે પરીક્ષક તો સત્ય બહાર જરૂર લાવશે,
કોઈ સમજાવે સાચું તો પણ ખોટું જ માને,
પોતાના કર્મને સુધારે એવું પવિત્ર મન ક્યાં,
વિધાર્થીને પણ એમ લાગે કે બધું સાચું લખ્યું,
અંતે પરીક્ષક તો સત્ય બહાર જરૂર લાવશે.
મનોજ નાવડીયા