....." વણ-લખેલો પ્રેમપત્ર "
હાથ લાગ્યો આજ વણ-લખેલો પ્રેમપત્ર;
સુવર્ણમય જઝબાતોથી જડેલો પ્રેમપત્ર;
ન અક્ષર, ન કોઈ શબ્દ ઠલાવાયેલા છતાં,
મનનાં અરમાનોથી આલેખાયેલો પ્રેમપત્ર;
નજરથી નજરનું મળવું ને ધબકારનું ચૂકવું,
મીલનનાં સપનાઓથી સજાવેલો પ્રેમપત્ર;
ખીલેલું ગુલાબ રાખ્યું હતું સાચવીને જેમાં,
સૂકી પંખૂગુડીની ખુશબૂથી મહેકેલો પ્રેમપત્ર;
પીળો પડ્યો કાગળ, છતાં પ્રેમ છે અકબંધ,
"વ્યોમ" કોઈનાં સ્મરણે સાચવેલો પ્રેમપત્ર;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.