....." રંગત વસંતની "
હતી ગામડામાં જ ખરી રંગત વસંતની;
શહેરે તો છોડાવી દીધી સંગત વસંતની;
લૂમેઝૂમે ખીલતાં કેસરિયાં કેસૂડાનાં રંગે,
ધરતી પર થતી મહેસૂસ જન્નત વસંતની;
લાલ ચુંદડી ઓઢી શોભી ઊઠતું ગુલમહોર,
તો, પીળો ગરમાળો રાખતું મન્નત વસંતની;
લહેરાવતાં 'તાં ડાળી ડાળી વાસંતી વાયરા,
ઓસની રહેતી પાંદડે પાંદડે પંગત વસંતની;
ચોમેર ફેલાયાં છે ઘોંઘાટ ને પ્રદુષણ શહેરમાં,
કેમ થવું? અહીં "વ્યોમ" અવગત વસંતથી;
✍️... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.