કર્મ નો સિદ્ધાંત ***
આ લેખ લખવા પાછળ હું મારા પોતાના વિચારો રજૂ કરું છું. કોઈ પર્સનલ વ્યક્તિ વિશેષ માટે નથી. મારા વિચારા ને રજૂ કરુ છું . કર્મ નો સિધ્ધાંત આ સાંભળતા આપણને કર્મ વિષે વિચાર આવે . કોઈપણ જીવિત મનુષ્ય એક ઘડી પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. આપણને રાત્રે સપના આવે છે. એ આપણા રોજના વિચાર થકી જ સપના આવે છે. હું એવું ચોક્કસ પણે માનું છું કે આપણા ભારત દેશ નો સંવિધાન બધાજ નાગરિકો માટે સરખો હોય છે. તો ઈશ્વરે ઘડેલો ઈશ્વરે બનાવેલો આપણાં શાસ્ત્રો મો લખેલું કર્મ નો સિદ્ધાંત પણ બધાજ મનુષ્ય પર એક સરખો જ લાગુ પડે છે.
આપણાં સમાજ માં ઘણાં બધા અલગ અલગ પ્રકારનાં સંપ્રદાયો છે. લોકો જે તે પ્રકારે આવા સંપ્રદાયો ને અનુસરી ઈશ્વરની ભક્તિ કરી છે. અને પોતાના જીવનને એક ઉચ્ચ સ્તર લાવી અંતે મૃત્યુ ને મહોત્સવ બનાવી ને જીંદગી ને ધન્ય બનાવે છે. પરંતુ થોડો લોકો ને બાદ કરતાં થોડા લોકો જે તે સંપ્રદાય માં રહીને ખૂબજ ભક્તિ અને ભગવાનને માનવાનો દાવો કરે છ. હું કોઈપણ સંપ્રદાય ની વિરુદ્ધ નથી . મને કોઈ સંપ્રદાય થી કોઈપણ વાંધો નથી . હું મારો અનુભવ કહું છું. મારું કહેવું એટલું જ છે કે તમે જે તે સંપ્રદાય ના છો કે નથી કંઈ ફરક નથી પડતો. પરંતુ કર્મ નો સિદ્ધાંત દરેકે દરેક મનુષ્ય માટે એક સરખો જ છે. અને હંમેશા રહેશે. આ કર્મના સિદ્ધાંત આપણા વેદો પુરાણો માં લખેલા આપણા મહાન ઋષિઓ લખી ગયા છે.એ સો ટકા સાચા અને ભવિષ્યમાં હંમેશા રહેશે.
આપણી સનાતન સંસ્કૃતિ માં જો એક દેશનો સંવિધાન કરોડો લોકો માટે સરખો છે.તો કર્મ નો સિદ્ધાંત તો બધા એ માનવો જ પડશે.આપણે ઈશ્વરની ચોવીસે કલાક સીસીટીવીની હેઠળ છીએ.ઈશ્રવર શ્ર્વાસ રૂપે સતત આપણી અંદર ધબકયા કરેછે.હંમેશા આપણી સાથે રહી આપણને રોજ નવી સવાર આપેછે જીવવા માટે. અસ્તિત્વ નો દરેક પ્રયત્ન મનુષ્યને જીવાડવા માટે નો પ્રયત્ન છે. ઈશ્વર સતત કોઈ ને કોઈ રૂપે આપણી સાથે જ છે. તે અહેસાસ આપણને કરાવેજ રાખે છે.
મેં મારી નજરે ઘણાં વડિલોને જોયા છે. પોતાના દિકરા , દિકરી , વહુ ની ટીકા અને નિંદા કરવા સાધુ મહંતો આગળ કરતા હોય છે. પોતાના જ પરિવાર ની નિદા કુથલી મહંતો ને કહેતા હોય છે. ત્યારે મહંતો એ પણ કહે છે કે , ભઈ અમે બધું છોડી ને જ અહીંયા આવ્યા છીએ. અમને આ કશામાં રસ નથી.
કહેવાનો તાત્પર્ય એટલોજ છે. કે તમે પોતાના પરિવાર ના નજીકના પોતાના જ દિકરા અથવા દિકરી ને સમજી નથી શકતાં , તેની ટીકા અને નિંદા કરો છો. તો તમને પારબ્રહ્મ પ્રભુ પરમાત્મા ક્યારે સમજાશે જ્યારે ટીકા અને નિંદા મનુષ્ય છોડી દે છે. ત્યારેજ એને બધાજ મનુષ્ય માં ભગવાન દેખાશે . જયશ્રીકૃષ્ણ
તમને આરી આ વાત કેવી લાગી જરૂર જણાવશો .
પૂર્વી ગઢવી
બોલો સિયાવર રામચંદ્ર કી જય
જય શ્રી રામ
🙏
- Umakant