🙏🙏કોઈને આપેલો સાધારણ જુસ્સો પણ કોઈની સફળતાનું કારણ બનતો હોય છે,
કોઈ માટીની મુર્તિથી એકલવ્ય તો કોઈ પ્રેમની પ્રેરણા થી માંઝી બનતો હોય છે.
આ કામ "તું કરી શકે છે" બસ આ જુસ્સો વધારવા કહેલ એક સામાન્ય વાક્ય છે, પરંતુ કોઈ માટે "હું કરી શકું છું" એ આત્મવિશ્વાસનું મહાન સુવર્ણ વાક્ય બનતું હોય છે.
જ્યારે અસમર્થ વ્યકિતને કોઈ હૃદયપૂર્વક સાથ સહયોગ અને સાચી પ્રેરણા આપે છે ત્યારે તે જ વ્યક્તિ અસાધારણ કામ કરીને ખુદ સાથે અન્યને પણ પ્રેરણા રૂપ બનતો હોય છે.
માનવજીવનમાં ઘણા એવા ઉદાહરણો છે જે સાબિત કરે છે કે કોઈએ આપેલી પ્રેરણા કોઈનો આત્મવિશ્વાસ વધારીને સફળતા નો માર્ગ બનતો હોય છે,
આપણી એટલી તો દિલથી ઝંખના હોવી જોઈએ કે કોઈની સફળતા માં પ્રેરણાદાયી બનીએ, આપણે કંઈ ના કરી શકીએ તો પણ તેનો જુસ્સો વધારી શકીએ છીએ.🦚🦚