એક ક્ષણમાં જાણે બધું જ પામી લે છે આ માનવી
અને એક જ ક્ષણમાં જાણે ઘણું ખરું ગુમાવી બેસે છે આ માનવી
એક ક્ષણિક ખુશીઓ જોને વિસરાઈ જાય
જ્યારે એક ક્ષણમાં દુઃખોથી અશ્રુ ઉભરાઈ જાય
ખુશીની ક્ષણ છે ક્ષણિક
જ્યારે દુઃખની ક્ષણ તો છે ખૂબ કઠિન
ક્ષણ ક્ષણ ની વાત છે
ક્ષણમાં સૌ યાદ કરે કોઈ
અને એક જ ક્ષણમાં વિસરે સૌ કોઈ
ક્ષણમાં જાણે કેટલી બદલાય
એક ક્ષણ યાદ બને જીવનભરની
તો એક જ ક્ષણ માં જીવન થંભે અહીં.....
- Bindu