ક્યારેક એવું લાગે છે
દુનિયા ની આ ભીડ થી
ચાલી જાવ ક્યાંક ખૂબ જ દૂર
એવી જગ્યા
જ્યાં
હું અને મારી જાત બે જ વ્યક્તિ હોઈએ
ન કોઈ વાહન હોય કે
ન કોઈ અવાજ
હોય તો માત્ર
હું અને મારી જાત
અને ત્રીજું શાંતિ ..
વાદળને જોતાં જોતાં
પવનની લહેરો સાથે વાળને ઉડવા દેતા
આખો દિવસ પસાર કરવો છે
બસ આ દુનિયાથી ક્યાંક દૂર જવું છે
ક્યાંક દૂર જવું છે ......