આનંદનો પર્યાય ક્યાં શોધું,
ધુળ સાફ કરી એ રજને શોધું,
ખબર કોઈ રોજ પાછળ દોડે,
મૃત્યુને પછાડવા એ જાતે દોડે,
મૌન સમજદાર ક્યારે બને,
ખોટું વિચારે એ સત્ય બને,
અજવાળુ સદૈવ તત્પર રહે,
વાદળો દ્વારા એ બંધ રહે,
ભીડમાં રહી સુખ કેમ મળે,
અવાજ કરી એ એકાંત મળે.
મનોજ નાવડીયા