મારે કહેવું છે તને કે... તું જોઈએ છે મને...
વાતો ની સવાર માં, વ્હાલપ ની સાંજ માં.. હુંફાળી રાત માં... તું જોઈએ મને..
મારા સ્વપ્નો માં.. મારા વિચાર માં... મારી સાદગી કે મારા શણગાર માં.. તું જોઈએ છે મને...
આંસુ થી લઈ હાસ્ય સુધી..
યાદો થી લઈ મુલાકાત સુધી..
આંખો થી લઈ હૃદય સુધી..
તું જોઈએ છે મને...
સમય ના દરેક પહોર માં..
પાનખર થી લઈ વસંત માં..
જીવન ની હર એક ક્ષણ થી
લઇ મારા શ્વાસ ના અંત સુધી...
તું જોઈએ છે મને...
- Kinjal Vyas