સંબંધ વિમર્શ | Gujarati Poem | Vanita Thakkar | Thinking About Relationships
https://youtube.com/shorts/1EiJETU050M?feature=share
સંબંધ વિમર્શ
આવ્યા તમ અમ દ્વારે, અહો ! શી પ્રભુની કૃપા !!
આસ ફળે જો આપની, અમ ઉર પામે શાતા,
લેણ-દેણ તો વ્યવહારે, સદ્ભાવના સવિશેષ,
સંબંધોમાં સત્વનો, કંઈ એવો હોય પરિવેશ .
નિરપેક્ષ કરે જે કામ, એનું વિશેષ સમ્માન,
ઉચ્ચ સાધના માગે, પારસ્પરિકતાનું માન,
સ્વસ્થ સંબંધો માટે, અપેક્ષાઓનું સંતુલન,
રજ-તમનાં ભ્રમણા ચક્રોનું થાય શમન.
લોભવશ જ્યાં હોમાય ગુણવત્તાની આહુતિ,
એવી વ્યવસ્થામાં કેવી ઉન્નતિ, કેવી પ્રગતિ ?!
નિજને સારા કહાવા, અન્યને માઠાં ચિતરાય ?!
રજસનો આ તામસી ખેલ, કેમ ના રોકાય ??
- વનિતા ઠક્કર (૨૯-૧૨-૨૦૨૪) ©️®️