સ્વાર્થની બજારમાં આવી પહોંચ્યો છું,
પોતાના જ નફા માટે કર્મ કરી રહ્યો છે,
દુકાને જઈ ભાવ પુછ્યો તો ખબર પડી,
બમણાં, ત્રમણા કહીને લૂંટ કરી રહ્યો છે,
લાચાર બની ગરીબ તો ઉંચા ભાવે ખરીદે,
તોય હજું તોલ માપમાં ચોરી કરી રહ્યો છે,
માનવામાં તો એ મારો ગ્રાહક પરમેશ્વર છે,
પણ એની સાથે જ છેતરપિંડી કરી રહ્યો છે.
મનોજ નાવડીયા