પ્રેમ...✍🏻
પ્રેમ કરવો સહેલો છે.
પરંતુ કોઇના પ્રેમને સમજવો એટલો જ મુશ્કેલ છે.
પ્રેમ પામવો સહેલો છે પરંતુ એને જીવનભર ટકાવી રાખવો મુશ્કેલ છે.
સુખના દિવસોમાં આપણે પ્રેમને પામીએ છીએ.
જયારે દુઃખના દિવસોમાં પ્રેમને ઓળખીએ છીએ.
જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે.
પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્વીકારનાર કોઇ એક જ હોય છે.
પ્રેમનો સંબંધ એ લોહીના સંબંધથી અનેક ગણો મહાન છે.
જીવનમાં પરિસ્થિતિ ભલે બદલાય.
પરંતુ સાચો પ્રેમ કદી બદલાતો નથી.
સાચો પ્રેમ એ નિરંતર વહેતા જળ જેવો હોય છે.
તે પોતાનો રસ્તો આપોઆપ જ કરી લે છે.
વ્યકિત જ્યાં પણ સાચો પ્રેમ અનુભવશે ત્યાં આપોઆપ જ તણાતો રહેશે.
પ્રેમ અને વિશ્વાસનો સંબંધ એ સાગર અને સરિતાના સંબંધ જેવો ગાઢ છે.
જે રીતે સરિતા સાગરમાં ભળીને એક થઇ જાય છે.
એ જ રીતે પ્રેમ અને વિશ્વાસ પણ એકબીજામાં ભળીને એક થઇ જાય છે.
જ્યાં સાચો પ્રેમ હોય છે ત્યાં વિશ્વાસ આપોઆપ જ આવી જાય છે.
પણ જ્યાં વિશ્વાસ જ નથી હોતો.
ત્યાં કદિ સાચો પ્રેમ પાંગરતો નથી.
જીવનમાં પ્રેમની બુનીયાદ જ નબળી હશે તો જીવનભર એ પ્રેમને ટકાવી રાખવો મુશ્કેલ બની જાય છે.
દરેક સંબંધનું એક સત્ય હોય છે.
બે વ્યકિતનાં સત્ય જયારે એક થાય છે ત્યારે જ સાત્વિક પ્રેમનું નિર્માણ થાય છે.
પ્રેમ એટલે એકબીજામાં ઓગળવાની આવડત.
સંબંધમાં સત્ય કેવુ છે.
એના પરથી જ પ્રેમની આવરદા નકકી થાય છે.
આપણને ખબર હોવી જોઇએ કે આપણી વ્યકિતને આપણી પાસેથી શુ જોઇએ છે.
પ્રેમનાં સત્યનું પણ લોહી જેવુ છે.
જો બ્લડગ્રુપ સરખુ ન હોય તો લોહી ચડતુ નથી.
એ જ રીતે પ્રેમનું સત્ય જો સરખું ન હોય તો પ્રેમ લાંબો સમય ટકતો નથી.
અમુક લોકો મૌન રહે છે.
એનો અર્થ એવો નથી કે એને કંઇ કહેવુ નથી.
કહેવુ તો હોય છે.
પણ એના મૌનને સમજનાર કોઇ હોતું નથી.
આવો પ્રેમ મૌનને પણ સમજી શકે છે.
પ્રેમમાં પામવાનું અને ગુમાવવાનું તો ચાલ્યા જ કરે.
તમે તમારૂં બધું જ ગુમાવીને અમીર બની જાવ.
એ જ સાચો પ્રેમ...✍🏻 ✨