કોઈ એક જગ્યાએ એવું વ્યક્તિ તો હોવું જોઈએ,
નામ મહેંદીમાં નહીં હૈયામાં છાપે એવું જોઈએ.
સંબંધોમાં નામના અને નામ ના ઘણા હોય છે.
કોઈ એક સંબંધ નામ વગરનો પણ હોવો જોઈએ.
કામ વગરનું ઘણું આપ્યા કરે એ નથી જોઈતું.
બસ એક હાસ્ય આપે એવું જન હોવું જોઈએ.
ઊડતી માટીની ધૂળ પડે આંખ ભીંતર,
આંખોમાં જોઈને કાઢનાર કોઈ હોવું જોઈએ.
આવતાં જતાં ઘણા મળે સંગાથો ઘડીભરના,
અનંત નો સાથ મળે એક જન હોવું જોઈએ.