કોઈ એક લાત મારે, તો કોઈ બીજો લાત મારે,
માણસની વાત છે, હવે કેમ ગળા નીચે ઉતરે,
ખબર છે એકલો છે, તોય ભીડમાં માર મારે છે,
ગજબની વાત છે, હવે કેમ મનમાં નીચે ઉતરે,
ચોરી તો પકડાઈ છે, તો દુઃખ પર લાત મારે છે,
ગેર સમજની વાત છે, હવે કેમ ગળા નીચે ઉતરે,
પુછો તો ખરી વાત થાય, તોય સામાને માર મારે છે,
મારાં ચોરની પણ વાત છે, હવે કેમ મનમાં નીચે ઉતરે.
મનોજ નાવડીયા