કોઈ કહે છે કે ભક્તિ કરવાની ઉંમર હોય છે
યુવાનીમાં મોજ મસ્તી, ઘડપણમાં ભક્તિ હોય છે
ઘડપણમાં જ ભક્તિ? યુવાની તો જાગવાની હોય છે,
જાગ્યા ત્યારથી સવાર,એ કહેવત કેમ કહેવાય છે!
@કૌશિક દવે
ભક્તિની પુણ્યરાણી, દિલમાં જ્યારે વસે છે!
ઉંમર કોઈ પણ હોય, બાળપણથી પણ ભક્તિ વસે છે.
ભક્ત પ્રહલાદની કહાની આજ પણ મશહૂર છે
સારા સંસ્કારની કહાની ભક્તિથી જ વસે છે
@કૌશિક દવે
યુવાનીની પળોમાં, મોજમજા શોર કરે છે,
છોડવા માટે છે વ્યસન, જો સમજણ દિલમાં વસે છે
હૃદય ભક્તિના સંગે, જીવનમાં જ ચમકે છે,
ઉલ્લાસભેર આનંદ,જ્યાં ભક્તિનો પંથ રહે છે!
- Kaushik Dave