પ્રણય ઋતુ
પ્રણય માટે ના ખાસ દિવસની જરૂર છે.
પ્રણય માટે તો બધા દિવસ દિવાળી છે.
હા ભલે કુદરતમાં ફક્ત ચાર મોસમ છે.
પ્રણયની કુદરતે નવી પાંચમી મોસમ છે.
હા ભલેને કુદરતમાં આવતી પાનખર છે.
પ્રણય તણી ઋતુમાં ના કદી પાનખર છે.
પ્રણયના ગુલશને નિત નવિન બહાર છે.
પ્રણયના ગુલશન તો ના કદી વીરાન છે.
પ્રણય છે તો જિંદગી બનતી ખુશહાલ છે.
પ્રણય વગર જિંદગી બનતી શુમશાન છે.
સુભાષ ઉપાધ્યાય ‘મેહુલ’
ફેબ્રુઆરી /૨૪/૨૦૨૪
💕
- Umakant