કેવું જીવન?
જયા કોઈ સમજવા વાળું હોય , વીચારોની આપ લે થતી હોય, સુખ દુઃખમાં જ નહીં
સાથે રહેતા કે દુર રહીને એક બીજાના કાર્યમાં માત્ર સહભાગીજ નહીં પણ જાણકાર હોઈએ,
બન્ને વચ્ચે એટલો મન મેળ હોય કે એક બીજાની ઈચ્છા અન ઈચ્છા નો પણ ખ્યાલ રહે, કોઈ હકદાવા ન હોય પણ માત્ર પવીત્ર લાગણી હોય.
અરે એકબીજાને ઠપકો પણ આપી શકીએ, અને પારકા પોતાનાના ભેદ વીના એક થઈને રહી શકીએ, જીવનમાં આવો કોઈ સંગાથ મળે તો જીવન જીવવાની મજા આવે.. આપણી તો આ માન્યતા છે, આને કોઈ સંબંધ નું નામ આપો કે ન આપો..