શ્રી રંગજયંતિ
અંત એ ઓગણીસમી સદીનો,
ને થયો પ્રારંભ વીસમી સદીનો!
21 નવેમ્બર 1898નો એ દિવસ,
કારતક સુદ નોમની તિથિ!
વિઠ્ઠલ પંત અને કાશીબાઈને,
જન્મ્યો એક પુત્ર પાંડુરંગ!
પાંડુરંગ વિઠ્ઠલ વળામે એ!
જોઈ બળતી ચિતા માનવીની,
થયો પ્રશ્ન એનાં બાળમાનસમાં,
"દાઝતું ન હોય એને આમ બળતી વખતે?"
આપ્યો ત્યારે પિતાએ રામનામનો મંત્ર,
વળ્યું એ કોમળ માનસ અધ્યાત્મ તરફ!
અભ્યાસ છોડ્યો કોલેજનો અધવચ્ચે,
લેવા ભાગ આઝાદીની ચળવળમાં!
કરી નોકરી શિક્ષકની, ને ચાલુ રાખ્યું સત્કર્મ!
મન ન લાગ્યું ક્યાંય જ્યારે એમનું,
પકડી વાટ અધ્યાત્મની!
માંગી આજ્ઞા માતા પાસે સંન્યાસની,
મનવ્યાં માતાને એમણે આપવાને આજ્ઞા!
રંગાયા એ દત્ત ભક્તિમાં,
ને આધ્યાત્મિક ગુરુ એમનાં બનાવ્યા,
શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજને!
સ્થાપ્યો આશ્રમ રેવઃતટે નારેશ્વરમાં,
કર્યો ફેલાવો દત્ત પરંપરાનો,
ને આપી ભેટ દત્તભક્તોને દત્તબાવનીની🙏
ઘરે ઘરે ગવાય દત્તબાવની,
નિવાસ જ્યાં જ્યાં દત્તભક્તનું!
જ્યાં મળે ખાલી સ્થાન ત્યાં કરતા દત્તસ્મરણ!
છોડ્યો દેહ હરિદ્વારમાં ગંગાતટે,
19 નવેમ્બર 1968નાં રોજ😢
તિથિ કારતક વદ અમાસ!
લાવ્યા દેહ એમનો નારેશ્વરમાં,
ને થયાં અંતિમ સંસ્કાર એમના,
જન્મદિવસે જ એમના,
21 નવેમ્બર 1968નાં રોજ!
આપ્યાં ત્રણ અવતરણો માનવકલ્યાણ માટેનાં:
પરસ્પર દેવો ભ્વ
શ્વાસે શ્વાસે દ્તતનમ સંકીર્તનમ
સત્યમેવ પરમ તપ🙏
રચ્યાં અવધૂતી આનંદના ભજનો,
ને રચ્યું શ્રી ગુરુલીલામૃત!
રંગતરંગ, રંગહ્રદયમ, શ્રી ગુરુમૂર્તિ ચારિત્ર્ય,
પત્ર મંજુષા, દત્તનામ સ્મરણ ભેટ એમની ભક્તોને!
સ્થાપિત કર્યું શૈલ માતૃ સ્મારક નારેશ્વરમાં,
રહ્યા સદાય માતાના સાનિધ્યમાં!
કોટિ કોટિ વંદન કરું હું,
નારેશ્વરનાં નાથ સંત એવા
શ્રી રંગ અવધૂત મહારાજને.🙏🙏🙏