🙏🙏 મજબૂત માણસને પણ મજબુરી નામનું સંમોહન ના કરવાનું કરાવે છે.
સમય કહે મયુર મેં શહેનશાહ નેં તાજ સાથે પગમાં પડતાં જોયાં છે.
ખરેખર મજબુરી કેટલો નિઃસહાય શબ્દ છે ખરી વાતને?
ગમે તેવા સક્ષમ વ્યકિતને મજબુરી નામનું ગ્રહણ લાગે ત્યારે ભલે ધગધગતો સુર્ય હોય પણ મજબુરી ની ક્ષણો પુરતો ઠંડો અને થોડા સમય પુરતો પણ ક્ષીણ થઈ જાય છે.
કોઇપણ વ્યક્તિ જ્યારે પોતાના સ્વમાન, આત્મસન્માન ની પરવા કર્યા વિના કોઈ કારણસર કોઈ વ્યક્તિને વિનવણી કરી રહ્યું હોય છે. વિનંતી કરી રહ્યું હોય કે તેની સામે રીતસરનું આજીજી કરી રહ્યું હોય છે .
આ સમયે પહેલી નજરે ભલે આપણે તે વ્યક્તિ કદાચ ડરપોક, કાયર કે પાગલ લાગતો હોય પરંતુ તેનું ડરપોક પણું ક્દાચ બીજી નજરે જોવામાં આવે તો તેની "લાચારી" પણ હોય શકે છે.
મજબૂત મનનાં માણસને પણ મજબુરી નામનો અજગર ભરડો લે છે ત્યારે તે ખરેખર નિઃસહાય બની જાય છે.
એક દીકરીએ તેનાં પિતાજીની મરજી વિરુદ્ધ લવ મેરેજ કર્યાં, તેનાં લગ્નના થોડો સમય તો બધું જ બરાબર ચાલ્યું, પરંતુ પછી તે બન્ને પતિપત્ની વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા, હવે તે ઝઘડાઓ મારઝૂડ સુધી આવી ગયા. તે માર સહન કરવાં લાગી.તે તેનાં પિતાજીને ફોન કરે છે તો પિતાજી કહે છે કે હવે ફોન કરતી નહીં.
આ બાજુ તેને પતિ સાથે બધી જ રીતે સમજાવવાના પ્રયત્ન કરી જોયા પરંતુ પથ્થર પર પાણી! કોઈ જ સહયોગ નહીં અંતે જેને પોતાના જીવનના રંગીન સપનાંઓ જોયાં હતાં તે જ સપનાંઓ અને પોતાને પણ જળમાં વહાવી દીધાં.
ખરેખર તેને કેટલું મજબૂર થવું પડ્યું હશે? તેને પોતાનો જીવ આપી દીધો હશે.તેની મજબુરી સહનશીલતા ની પણ હદ વટાવી ગઈ હશે ત્યારે જ અંતિમ પગલું ભર્યું હશેને?
જે વ્યક્તિ પર હદથી વધારે વિશ્વાસ કર્યો હોય. એ જ વ્યક્તિ જ્યારે વિશ્વાસઘાત કરે છે ત્યારે માણસ ખરેખર અંદરથી તુટી જાય છે. આવાં સમયે પછી તેને મજબુરીમાં ના કરાવાનું કામ કરવું પડતું હોય છે.
કંઈક તો મજબુરી રહી હશે કૃષ્ણને કર્મોની,
નહીં તો ભગવાન થઈને પ્રણયને છોડે ખરાં?🦚🦚