🙏🙏તને એક અદ્ભુત કિંમતી મોતી સમજી છીપ નું છત્ર દેવા બેઠો છું.
તું સાથ દે તો આ લાગણીના અખૂટ જળથી ભરેલ સાગર દેવા બેઠો છું.
થોડા શબ્દો થી તું બસ થોડું સમજીશ મારે તો તુજને વ્યથા ની આખેઆખી કથા કહેવા બેઠો છું.
અરે આખી ભાષાનો ભ્રમ તુટી જશે જ્યારે તુજને હું આંખોની પલકોની રીતભાત સમજાવા બેઠો છું.
એક જ નગરના બે જણ આપણે તો પણ ઓળખાણ વગર આવન જાવન કરતા રહીએ છીએ.
આપી દે તારા મહેલો નું સરનામું અમે આ જ નગરમાં હરતાંફરતાં રહીએ છીએ.
તારા નામની શરૂઆતથી જ અંત સુધી બધી વ્યથા લઈને કથા કરવા બેઠો છું.
તું આવશે કે કદાચ નહીં આવે બસ એ વ્યગ્રતા થી મયુર બારણાં ઉઘાડી બેઠો છું.🦚🦚