એક સંડાસ બને ન્યારા.
એ જમાનામાં ‘એક બંગલા બને ન્યારા’ ગીત બહુ ગવાતું:
છતાં સપનાં જોવાની ઉંમર શરુ થઇ
ત્યારે પહેલું સપનું ‘એક સંડાસ બને ન્યારા જોડેલું
‘અપના ભી સંડાસ હો, સંડાસ મેં પાની હો,
ઔર સંડાસ કે બહાર કોઇ ખટખટાનેવાલા ન હો
એવું ગીત પણ બનાવેલું
‘પોતાનો ઓરડો’નું
પુસ્તક લખનારને ‘પોતાના સંડાસ’નો
અનુભવ કેવો સુખદ હોય
તેની કલ્પના નહીં હોય બીજું શું?
સ્વતંત્રતાને સાઠ વર્ષ થયાં પછી પણ;
મુક્ત શૌચાલયમાં અમુક રીતે સંડાસ
જવાની સ્વતંત્રતા હજુ યે આ દેશમાં
કરોડો પ્રજાજનો ભોગવે છે.
મેરા ભારત મહાન! “
સૌજન્ય:- “એક સંડાસ બને ન્યારા”
ડો.યોગેન્દ્ર વ્યાસ.’સન્ડે મહેફિલ’
માંથી સાભાર. 🙏
- Umakant