શાયરી
“ દિલના દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં,
હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં.
જાલિમ જમાનો બેઉની વચ્ચે હતો એથી,
સામે મળ્યા ને કાંઇ પણ બોલી શકયા નહીં.
તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી?
રોકી રહી છે તમને તમારી શરમ અને,
મારા સિવાય તમારે બીજો કોઇ વિકલ્પ નથી.
વિસરી જવું એ વાત મારી હદ બહાર છે,
‘ને યાદ રાખવું એ તમારો વિષય નથી.
હું ઈન્તજારમાં અને તમે હો વિચારમાં,
એતો છે શરૂઆત, કંઇ આખર પ્રલય નથી!
સૌજન્ય:-WhatsApp.
- Umakant