તારું સતત કામમાં વ્યસ્ત રહીને પણ મને દિલથી યાદ કરવું ગમે છે.
તારી એક પળની વાતમાં પણ ઉછળતી લાગણીની ભરતી મને ગમે છે.
આખો દિવસ સફરમાં મશગુલ મુસાફીર તારી આખરી મંઝીલ ની ચાહત મને ગમે છે.
અઢળક ઇરછાઓ વચ્ચે પણ કોઈની નાની એક ઈરછા ને પુરી કરી દેવાની તલપ મને ગમે છે.
શોરબકોર વાળી ગલીઓમાં એક મીઠાં મયુર ટહુકો સાંભળવાની તારી ખ્વાહિશ મને ગમે છે.
તું સીધે રસ્તે ભલે જાય છે. એક ત્રાંસી નજરે મારા ઘર તરફની ઝલક મને ગમે છે.
તારું સ્મરણ દિલથી છે. તેની નિશાની વારંવાર આવતી હેડકી મને ગમે છે.
તું ભલે રહે મૌન! તારાં મૌનથી સમજેલા શબ્દોની અસર મને લખવા મજબૂર કરે તે ગમે છે.