આજેસ્કુલમાં એક ઘટના બની તો એક વિધાર્થીએ મને કહી પછી મેં પણ તેની આ વાતની ખાતરી કરી તો તે ઘટના તેના વર્ણન કરતાં વધુ દર્દભરી હતી.
એ ઘટનાથી એક મહત્વની બાબત પણ સમજાય જાય એવી હતી કે કોઈ સિક્કાની એક જ બાજુ હોતી નથી, બે બાજુ હોય છે. એજ રીતે કોઈ ઘટના ઘટિત થાય છે, તો તેની પણ હંમેશા બે બાજુ હોય છે.
આજે સવારની સ્કૂલ હતી અને ઉપરથી પરિક્ષા પણ ચાલુ છે માટે બધાજ વિધાર્થીઓ સ્કુલમાં દરેકનાં પરિક્ષા ખંડમાં આવીને બેસી ગયા હતા. આ સમયે એક વિધાર્થી દોડતો દોડતો અને હાંફતો આવીને પરિક્ષા ખંડમાં પોતાના બેઠક નંબર વાળી બેન્ચીસ પર બેસી ગયો.
તે ક્લાસના શિક્ષક દુરથી આવી જ રહ્યા હતા તેમને જોયું. શિક્ષક પરિક્ષા ખંડમાં આવ્યા અને તેમને ચારેબાજુ નજર ફેરવીને પ્રશ્નપત્રો દરેક વિદ્યાર્થીને આપવા લાગ્યા ત્યાં જ પેલો જે વિધાર્થી છેલ્લા આવ્યો હતો. તેની પાસે શિક્ષક ગયા તો તેમને કહ્યું કે અલ્યા એક તો મોડું આવવું છે અને પાછો યુનિફોર્મ સંપૂર્ણ પહેરવો નથી. તે વિધાર્થી કંઈક બોલે તે પહેલા જ ઉભો કરીને બે ત્રણ થપ્પડ મારી દીધી. પેલો વિધાર્થી બિચારો જમીન ઉપર ફસડાઈ પડ્યો અને તે આઠમા ધોરણમાં ભણતો નાનું બાળક હતો. તે બિચારો રડી ગયો.શિક્ષક પેપર આપીને જતા રહ્યા.
એ દિવસ તો વિતી ગયો. પરંતુ બીજે દિવસે પેલો વિધાર્થી પરિક્ષા ખંડમાં પેપર આપવા આવ્યો ત્યારે તેનાં હાથ પર બોટલ ચડાવ્યા ની સોય દાખલ કરેલી હતી.તેનું માં ખુબ ઢીલું પડી ગયેલું હતું તેને જોતા સ્પષ્ટ સમજાતું હતું કે તે ડરી ગયો છે અને બિમાર પણ છે.
હવે બન્યું એવું કે થોડા જ સમયમાં તે વિધાર્થીના પપ્પા સ્કુલમાં આવ્યા. પેલા શિક્ષકને મળ્યા અને કહ્યું કે સાહેબ તમે મારા છોકરાને કાલે ત્રણ ચાર થપ્પડ મારી દીધી ફક્ત એક પેન્ટ તેને બીજા કલર નું પહેર્યું હતું એ માટે?
શિક્ષક કહે, મે તેને જોરથી માર્યું નથી અને તે યુનિફોર્મ માં ના હતો માટે માર્યો.
પેલા પિતાએ એટલું જ કહ્યું, કે સાહેબ તમે માર્યું તેનો વાંધો નથી પરંતુ તમારે તેને બોલવાનો મોકો તો આપવો હતો. તેને ખુલાસો કરવાનો સમય તો આપવો હતો.તે ખુલાસો આપે તે પુર્વ જ તમે તેને થપ્પડો મારી દીધી.
તે કેમ યુનિફોર્મ વગર આવ્યો તેનું કારણ પુછ્યું?
શિક્ષક કહે ના.
આ સમયે બધા શિક્ષકો પણ ભેગા થઈ ગયા હતા.
પિતાજી કહે તો સાંભળો હું કહું છું તેનું કારણ.
મારો દીકરો બે દિવસથી બિમાર હતો. હું તેને પરિક્ષા હતી માટે પેપર આપવા મારી જ સાઈકલ પર બેસાડીને લઈ ને આવતો હતો. ત્યાં જ વચ્ચે તેને ઉલટી થઈ તો તેનું પેન્ટ અને મારું શર્ટ બગડ્યું હતું. હું તેને ઝડપથી પાછો ઘરે લઈ ગયો એક પેન્ટ હતું તે ધોવા માટે નાખી દીધું હતું.એક તો મોડું થઈ ગયું હતું તો અંતે મેં તેને રંગીન પેન્ટ પહેરીને સ્કુલ મુકી ગયો.
તે બિમાર હતો તો પણ પરિક્ષા આપવા જ તે ઉતાવળમાં આવ્યો હતો. અને તમે તેને થપ્પડો મારીને અધમૂઓ કરી નાખ્યો. તેના બાળ મન પર તેની ગંભીર અસર થઈ છે. તેને સાંજે તાવ પણ ખુબ જ આવી ગયો.
બધાં જ શિક્ષકો તે શિક્ષક તરફ જોઈ રહ્યા હતા ત્યારે પેલા શિક્ષક આટલું સાંભળીને પોતાનું અપમાન થયું હોય એ રીતે વર્તીને આંખોમાં પશ્ચાતાપ નહીં પરંતુ ઘમંડ સાથે કહે પછી આવું નહીં થાય અને ચાલવા લાગ્યા.
મને મનોમન આ ઘટનાથી થયું કે શિક્ષક એટલે બાળકની બીજી માં છે.આ માંએ ખરેખર દરેક પાસા સમજવા જોઈએ પછી નિણર્ય લેવા જોઈએ.
મારું માનવું છે ત્યાં સુધી માણસે આવેગમાં, ક્રોધમાં, કે ઉશ્કેરાટ માં અ વિચારીને કામ કરે અને પછી પસ્તાવો ના થાય તો એવી કોઈપણ વ્યક્તિ પશુ કરતા પણ નીમ્ન કક્ષામાં આવી ગઈ છે.એમ માનવું જોઈએ