પ્યારને આંધળો ના સમજો.....
સવારે યાદ કર્યો મને આ પ્રેમ છે.પ્રેમ તત્ત્વને બે શરીર પૂરતો મર્યાદિત ન સમજ,અશરીરી પ્યાર એ શ્રેષ્ઠ છે.એમાં ભગવાન પણ રાજી થશે તો ક્યારેક આપણી પ્રાર્થના અને તડપનને ટાઢક આપવાનું જરૂર વિચારશે.હું આ પ્રેમની અપેક્ષા વિશેષરૂપે રાખું છું.તું કહે છે ને કે પ્રેમ એકને જ થાય!હા હું પણ માનું છું કે પ્રેમ એકને જ થાય.આ જગતમાં આવેગ સંતોષવા ભાડેથી શરીર મળશે પરંતુ પ્યાર તો કુદરતદત્ત છે,જે એક જ કરતું હોય!તું ભલે કરે ન કરે!મારી.કોઈ ફરિયાદ નથી કે કોઈ અઘટિત માગણી નથી,તું ચાહે તો આ જગતમાં હું નસીબદાર સમજીશ અને નહીં ચાહે તો મારા પ્યારમાં હજુ તપસ્યા વધારે કરવાની સમજીશ.પરંતુ તારી.પ્રત્યેનું ખેંચાણ એ મારું માનવીય તો છે જ સાથે કુદરતી છે.પછી તારે જે સમજવું હોય તે સમજ.
- वात्सल्य