🙏🙏આજે શહેરના મુખ્ય ચોકમાં રાવણદહન થઈ રહ્યું છે. જનમેદની થી ભરચક રસ્તાઓ અને મેદાનમાં લોકો 'જય શ્રી રામ' નાં નારા લગાવી રહ્યા છે.
આખાં કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે એક નેતાજી હતાં. તેમના હાથે આજે રાવણદહન થવાનું હતું. થોડીવારમાં નેતાજીએ પોતાના હાથમાં ધનુષ્ય લઈને તેની પણછ માં સળગતું તીર લગાવીને 'રાવણના પુતળા' તરફ નિશાન તાકીને માર્યું.
રાવણ 'ભળભળ' બળવા લાગ્યો અને બધા જ રાવણ દહનની ખુશીઓ મનાવવા લાગ્યા.
આખી 'જનમેદની' વચ્ચે બે સ્ત્રીઓ પરસ્પર વાતો કરતી હતી કે આ એ જ નેતાજી છે ને જેમની પર 'જાતીય સતામણી' નાં કેસ ચાલે છે.🦚🦚
- Parmar Mayur