🙏🙏મારા માટે 'રામ' મારા આરાધ્ય અનાદિ અનંત કાળ પૂજનીય દેવ છે.
તો 'રાવણ' મારા માટે શિવભક્તિ થી 'શિવત્વ' કેવી રીતે પામવું તેનું ઉદાહરણ છે.
રામ રહ્યા 'પુર્ણ પુરૂષોત્તમ!' શાંત,વીર, શોર્ય નો 'સાક્ષાત હરિ' અવતાર છે.
તો રાવણ 'વિદ્વતા, ભક્તિ, શક્તિ, સંગીત નાં સૂરોનો' સાક્ષાત સમન્વય છે.
સમયની ગતિ પ્રમાણે 'નિયતિ' બદલાઈ હશે! રાવણમાં 'માણસ જેટલી દુષ્ટતા' ક્યાં દેખાય છે?
કોઈ 'બદલા નાં આવેશમાં' કે 'કર્મોની ગતિએ સીતાહરણ' રાવણ તણાં દોષ દરેકને દેખાય છે.
સીતા 'સંમતિ વિના સ્પર્શ નહીં!' રાવણની 'સમજશક્તિ' નો ચિતાર ત્યાં કોઈને સમજાય છે?
હું શીદને 'મહાન બ્રાહ્મણ પુત્ર', શિવભક્ત ને બાળુ એતો મારા મતે 'બ્રહ્મહત્યાનું' ઘોર પાપ દેખાય છે.
જો બાળવા જ હોય તો મન ભીતર નાં 'અહંકાર, કામ, ક્રોધને' બાળવા રાવણ તો 'રામની નિયતી' નો ભાગ દેખાય છે.🦚🦚