શ્રી ગોકુલનાથજીના ભુતલ પર પ્રાગટય પહેલા શ્રી યમુનાજીનું સ્વરૂપ કોઈ જાણતું ન હતું. એક નિજ સેવકના આગ્રહને વશ થઈ ને શ્રી ગોકુલનાથજી એ એક ચિત્રકાર બોલાવી શ્રી યમુનાજીનું ઘ્યાન ધરી અને વર્ણન કરતા ગયા અને જે સ્વરૂપ બન્યું એ સ્વરૂપ શ્રી યમુનાજીનું છે જે આપણે દર્શન કરી શકીએ છીએ.
આવું શ્રી ગોકુલનાથજીના ચરિત્રના પુસ્તકમાં લખ્યું છે. આ સૌથી પ્રાચીન ચિત્ર જે ગોકુલનાથજી એ બનાવડાવ્યું હતું. ઓરિજિનલ ચિત્ર સાતે ઘરમાંથી કોઈ એક ઘરમાં સચવાયેલું છે જે ગુપ્ત છે. જે રંગીન પણ છે આ બ્લેક એન્ડ વાઈટ છે. તો આપણે અત્યારે જે ચિત્રજીના દર્શન કરી શકીએ એ માત્ર ને માત્ર ગોકુલનાથજીની જ કૃપા છે.