🙏🙏જો તમને હીરાની પરખ ના હોય તો તમે ઝવેરીનો વ્યવસાય કરી શકતા નથી.
એજ રીતે તમને શબ્દોની પરખ ના હોય તો સારાં લેખક બની શકાતું નથી.
કોઈપણ વ્યક્તિ સાથે જ્યારે મર્યાદામાં રહીને વાતો થાય છે ત્યારે જ ખરાં અર્થમાં તે વાર્તાલાપ નું સ્વરૂપ ધારણ કરે છે.નહી તો પછી એ લવારો સાબિત થાય છે.જેનાથી સામેવાળી વ્યક્તિ પણ પરેશાન થઈ જાય છે.તેને વાત એ વાત નહીં પણ વેદના લાગે છે.તે મનોમન પ્રાર્થના કરે છે કે છુટકારો મળે તો સારું છે.
કોઈની અંગત જીંદગી વિશે આપણે જાણતા નથી કે પછી તે વ્યક્તિ વિશે કોઈ પરિચય નથી. આવાં વ્યક્તિ ને શબ્દોની મર્યાદા માં રહ્યા વિના આપણે જ્યારે કંઈક બોલી કાઢીએ છીએ કે પછી તેમના વિશે લખાણ લખી કાઢીએ છીએ. એક સારા માણસનું આ લક્ષણ નથી.
માણસે શિક્ષિત હોવું અને સંસ્કાર સાથે શિક્ષિત હોવામાં ઘણો જ તફાવત છે.આપણા સારાં વિચારો ની રજૂઆત શાબ્દિક કે લેખિત કરવામાં કોઈ વાંધો હોતો નથી. પરંતુ હા, આપણી દષ્ટિએ યોગ્ય લાગતી બાબતો મોટાભાગના લોકોના મતે અયોગ્ય પણ હોય શકે છે તો પછી તેનું મનોમન મંથન કરીને સ્વીકાર કરીને તે ભૂલો સુધારવી જરૂરી થઈ પડે છે.
એક વખત થાય તો કદાચ તેને ભૂલનું સ્વરૂપ આપી શકાય છે પરંતુ જો એક જ ભૂલ વારંવાર થાય તો પછી એ ગુનાનું સ્વરૂપ ધારણ કરે છે.આ ગુનાની સજા પણ ભોગવી પડે છે. જેમાં પોતાની સંપત્તિ ગુમાવીને, પોતાની બેઇજ્જતી દ્વારા કે સ્વમાન ગુમાવીને ભોગવી પડે છે.
સમજું માણસ માટે તેનું સ્વમાન અને ઈજ્જત મુખ્ય સંપત્તિ હોય છે અને તે ગુમાવી દેવાનું તે કદી પસંદ કરે નહીં.🦚🦚