🙏🙏આપણી લાઈફમાં આપણે ઘણાં જ લોકો ભેગા થતા હોય છે.આ ભેગા થતા લોકોમાં ઘણા વ્યકિતઓને આપણે ઓળખતા પણ હોતા નથી.બસ એ અજાણ્યા હોય છે અને અજાણ્યા જ બનીને તેમના રસ્તે થી પસાર થઇ જાય છે.
જ્યારે અમુક લોકો અજાણ્યા હોય છે તો પણ ઓળખીતા બની જતા હોય છે.તેમની વાતો, વ્યવહાર વર્તન સંબંધોમાં નિકટતા લાવે છે.આપણે તે વ્યક્તિ સાથે ઘરના સદસ્ય જેવું વર્તન કરીએ છે.તે વ્યક્તિ સાથે આપણે સમય વિતાવવાનું ગમે છે. આપણાં સુખદુઃખની બધી જ વાતો કરીએ છીએ.તેનાથી એક અલગ જ લાગણીશીલતા બંધાઈ જાય છે.
આ દુનિયામાં સ્વાર્થ વિના આપણે સમજી શકતી વ્યકિતઓ જીવનમાં મળવી મુશ્કેલ હોય છે. અને મળે તો પણ ઘણી જ ઓછી મળતી હોય છે.
આવી વ્યકિત એ સવારના સુર્યોદય સમાન હોય છે. જે નવી જ ઉર્જા સાથે મનમાં તાજગી ભરી દેતી હોય છે.
એ માણસો શાંત વાતાવરણમાં રાત્રી નાં ચંદ્ર ની ચાંદની સમાન પણ હોય છે.જે સમગ્ર દિવસના થાકને ચંદ્રની ચાંદની ની શીતળતા ની માફક હૈયું અને મગજને શાંત કરી દેતી હોય છે.🦚🦚